Popular Updates Of Last Week

Search This Website

Friday, 24 March 2017

ગાય-ભેંસનું નહિં હવે વંદાનુ દૂધ તમારા શરીરને બનાવશે તદુંરસ્ત


આપણે જે વંદાને ઘરમાં જોતા જ મારીને ભગાડીએ છીએ હવે તેના જ દૂધથી આપણને સુપર પાવર મળશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે થોડા વર્ષો બાદ આપણે શરીરની સારસંભાળ રાખવા માટે ગાય-ભેંસનું નહીં પરંતુ વંદાનું દૂધ પીતા નજરે ચઢીશું.

ઘરનાં ખૂણામાં છુપાઇને રહેતા વંદાને આપણે તાત્કાલિક ઘરમાંથી બહારનો રસ્તો બતવાતા કે મારી નાખતા હોય છઈએ પરંતુ હવે આ જ વંદા વિશે થયેલી નવી શોધ જાણીને તમે અચંબામાં પડી જશો. તાજેતરમાં ભારતની ઇન્સ્ટીટ્યૂટ ઑફ સ્ટેમ સેલ બાયોલૉજી એન્ડ રીઝેનેરેટીવ મેડીસિનનાં વૈજ્ઞાનિકોએ શોધ કરી કે વંદાનાં દૂધમાં જબરદસ્ત પ્રોટીન અને એનર્જી હોય છે.

ભારતનાં જ નહીં પરંતુ એટલાન્ટાનાં વૈજ્ઞાનિકોએ પણ વંદાના દૂધનાં સુપર પાવરને લઇને મોટા દાવા કર્યા છે. વંદાનું દૂધ બીજુ કંઇ નહીં પરંતુ એક તરલ પદાર્થ છે. જે વંદા પોતાના બચ્ચાને પીવડાવે છે. આ લિક્વિડમાં ભારે માત્રામાં પ્રોટીન, એનર્જી અને ચરબી હોય છે.

વૈજ્ઞાનિકોએ શોધ કરી છે કે પૈસિફિક બીટલ નામની પ્રજાતિનાં વંદા પોતાનાં બચ્ચાંને એક હાઇ પ્રોટીન લિક્વિડ પીવડાવે છે. જેને આપણે વંદાનું દૂધ કહીએ છીએ તે ખરેખર નાના-નાના ક્રિસ્ટલ્સનાં રૂપમાં મળી રહે છે. આ તરલ પ્રવાહીને પ્રોસેસ કરીને માણસો માટે સુપર ફૂડ સપ્લીમેન્ટ બનાવી શકાય છે.

વંદાનાં બચ્ચાનાં પેટમાં જઇને હાઇ પ્રોટીન ક્રિસ્ટલ્સ તેમની માટે દૂધની જેમ કામ કરે છે અને મોટા કરવામાં મદદ કરે છે. રિસર્ચ સાયન્ટિસ્ટનો દાવો છે કે વંદાનું દૂધ ગાય અને ભૈંસના દૂધની તુલનામાં 3 થી 4 ગણું વધારે પ્રોટીન અને એનર્જી પ્રાપ્ત થાય છે. એટલે કે શક્ય છે કે ભવિષ્યનાં સમયમાં હાઇ પ્રોટીન ડાઇટ માટે વંદાનાં દૂધનો ઉપયોગ કરવામાં આવે.

No comments:

Post a Comment